નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દેશના ઘણાં વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને હવે તેણે હિંસક સ્વરૂપ લઈ લીધું છે દિલ્હીથી લઈને મુંબઈ અને લખનઉથી લઈને બેંગલુરુ સુધી પ્રદર્શનકારીઓ આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે ગુરુવારે આ જ વિરોધ પ્રદર્શનના કારણે લખનઉમાં એક અને મેંગલોરમાં 2 લોકોના મોત થયા છે આજે ફરી દેશના ઘણાં હિસ્સામાં નાગરિકતા કાયદાના વિરોધમાં દેખાવો થવાની શક્યતા છે <br /> <br /> <br /> <br />ગુરુવારે લખનઉમાં થયેલી હિંસામાં પોલીસે કાર્યવાહી કરી છે અને અત્યાર સુધી કુલ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 19 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે